0

My cart

Description

ભગવદ ગીતા તેના મૂળ રૂપે’ – માનવ જીવનનો સર્વોચ્ચ માર્ગદર્શક છે. સફળતાપૂર્વક અને અર્થપૂર્ણ જીવન જીવવાની ચાવી છે ભગવદ ગીતા તેના મૂળ રૂપે! આ પુસ્તકમાં લેખકે વૈદિક સિદ્ધાંત અને તત્વજ્ઞાનનું ઝીણવટપૂર્વક અને છતાં સરળ ભાષામાં વિશ્લેષણ કર્યું છે. જીવન પ્રત્યેના સાચા અભિગમને સમજવામાં અને જીવનની રોજીંદી સમસ્યાઓ માટે સચોટ વ્યવહારુ ઉપાય શોધવામાં આ પુસ્તક સહાયતા કરે છે. જીવનના પરમ સત્યની શોધમાં નીકળેલા વટેમાર્ગુઓ માટે આ પુસ્તક આશીર્વાદ સમાન છે.

ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ ગીતા ના 18 માં અધ્યાયના 5 માં શ્લોકમાં જણાવે છે કે;

“यज्ञदानतप:कर्म न त्याज्यं कार्यमेव तत् ।
यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् ॥ ५ ॥”

અર્થાત, વ્યક્તિએ યજ્ઞ, દાન અને તપસ્યાનો ક્યારેય ત્યાગ ના કરવો જોઈએ; તેનું પાલન જરૂરથી થવું જ જોઈએ. હકીકતમાં, યજ્ઞ, દાન અને તપસ્યા મહાન આત્માઓને પણ શુદ્ધ બનાવે છે.

જ્ઞાનનું દાન સર્વોત્તમ માનવામાં આવે છે કારણ કે તે ના તો ક્યારેય નાશ પામે છે અને ના તો તેની ચોરી થઈ શકે છે પરંતુ તે વ્યક્તિ સાથે આજીવન રહે છે. એટલા માટે ભગવદ ગીતા તેના મૂળ રૂપે માં વર્ણવેલ જ્ઞાનથી વધુ સારું દાન અન્ય કયું હોઇ શકે!

ચાલો, આપણાં મિત્રો, પરિવારજનો અને સ્નેહીજનોને આ દુર્લભ અને સૌથી પવિત્ર ભેટ આપીએ! ભગવદ ગીતા તેના મૂળ રૂપે નું દાન કરો!